સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ગવાણા ખાતે દસાડાથી બહુચરાજી ફોર લેન રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું. ૧૪૫ કરોડના ખર્ચે બનશે. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત થયું.પ્રવાસી પથ યોજના હેઠળ યાત્રાધામ બહુચરાજીને જોડશે. કનેક્ટિવિટી મજબૂત થશે, સ્થાનિક વેપાર-રોજગારને વેગ મળશે, વાહનવ્યવહાર સરળ બનશે.

આ પ્રસંગે પ્રાંત અધિકારી મિલન રાવ, ધારાસભ્ય પી. કે. પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબેન, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, આરોગ્ય સમિતિ ચેરમેન નટુજી ઠાકોર, ન્યાય સમિતિ ચેરમેન નાનજીભાઈ પરમાર, પાટડી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નબુબેન ચાવડા, કારોબારી ચેરમેન દીપકભાઈ પટેલ, તાલુકા ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી વર્ષાબેન પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ સુખદેવભાઈ ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ ચાવડા, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક સરપંચો અને ગ્રામજનો હાજર રહ્યા.

