National

ભાજપે બિહાર અને યુપીની MLC ચૂંટણી માટે ૧૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા; નવલ કિશોર યાદવ અને કેદાર નાથ સિંહનો ઉમેદવારોમાં સમાવેશ

જપે મંગળવારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં ૨૦૨૬ની વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીઓ માટે સ્નાતક અને શિક્ષક મતવિસ્તારો હેઠળ ૧૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા. મુખ્ય ઉમેદવારોમાં બિહાર માટે નવલ કિશોર યાદવ અને ડૉ. એન.કે. યાદવનો સમાવેશ થાય છે, જ્યારે ઉત્તર પ્રદેશ માટે પસંદ કરાયેલા છ મુખ્ય ઉમેદવારોમાં કેદાર નાથ સિંહ અને હરિ કિશોર તિવારીનો સમાવેશ થાય છે.

બિહાર સ્ન્ઝ્ર ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જુઓ

બિહાર સ્ન્ઝ્ર ચૂંટણી માટે, દરભંગા સ્નાતક મતવિસ્તારમાંથી સર્વેશ કુમાર અને તિરહૂત શિક્ષક મતવિસ્તારમાંથી નરેન્દ્ર પ્રસાદ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

પટના શિક્ષક મતવિસ્તાર – નવલ કિશોર યાદવ

કોસી સ્નાતક મતવિસ્તાર – એન.કે. યાદવ

દરભંગા સ્નાતક મતવિસ્તાર – સર્વેશ કુમાર

તિરહૂત શિક્ષક મતવિસ્તાર – નરેન્દ્ર પ્રસાદ સિંહ

નોંધનીય છે કે નવલ કિશોર યાદવ, એન.કે. યાદવ અને સર્વેશ કુમાર વર્તમાન સ્ન્ઝ્ર છે. આ આઠ બેઠકોમાંથી ચાર શિક્ષક મતવિસ્તારો અને ચાર સ્નાતક મતવિસ્તારો છે. દ્ગડ્ઢછમાં, ત્નડ્ઢેં અને ભાજપે દરેક પક્ષે ચાર-ચાર બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.

ત્નડ્ઢેંના ઉમેદવારોની યાદી જુઓ

પટના સ્નાતક મતવિસ્તાર – નીરજ કુમાર

તિરહૂત સ્નાતક મતવિસ્તાર – અભિષેક ઝા

સારણ શિક્ષક મતવિસ્તાર – આનંદ પુષ્કર

દરભંગા શિક્ષક મતવિસ્તાર – ઘનશ્યામ રાય

ેંઁ સ્ન્ઝ્ર ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જુઓ

ઉત્તર પ્રદેશ સ્ન્ઝ્ર ચૂંટણી માટે, વારાણસી સ્નાતક મતવિસ્તારમાંથી કેદાર નાથ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે મેરઠ સ્નાતક બેઠક પરથી ભાજપ દ્વારા દિનેશ ગોયલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અલ્હાબાદ-ઝાંસી સ્નાતક બેઠક પરથી અશોક કુમાર રાઠોડ અને વારાણસી શિક્ષક બેઠક પરથી ડૉ. પ્રમોદ મિશ્રાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

અગાઉ, ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશમાં ૧૦ રાજ્યસભા બેઠકો અને ૧૧ વિધાન પરિષદ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. રાજ્યસભાની બેઠકો માટે મતદાન ૧૬ ઓક્ટોબરે થશે, જ્યારે સ્ન્ઝ્ર માટે મતદાન ૨૩ ઓક્ટોબરે યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બંને ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૬ ઓક્ટોબર છે.

જન સુરાજ પાર્ટીએ પણ ઉમેદવારો જાહેર કર્યા

ત્નડ્ઢેં અને ભાજપ ઉપરાંત, પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી પણ મજબૂતીથી ચૂંટણી લડી રહી છે. તમામ આઠ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ પક્ષે બે બેઠકો માટેના ઉમેદવારો પણ બદલ્યા છે. હવે એ જાેવાનું રહેશે કે આ એમએલસી (સ્ન્ઝ્ર) ચૂંટણીમાં પ્રશાંત કિશોરના પક્ષના ઉમેદવારોનું ભાવિ શું રહે છે.

આ ઘટનાક્રમ વચ્ચે, બિહારમાં એમએલસી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાતો જણાય છે. આ વખતે પટના ગ્રેજ્યુએટ બેઠકના ચૂંટણી પરિણામો જાેવા જેવા રહેશે. આ બેઠક પર જેડીયુ (ત્નડ્ઢેં) અને જન સુરાજ (ત્નટ્ઠહ જીેટ્ઠિદ્ઘ) ના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળશે. જેડીયુ તરફથી નીરજ કુમાર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે જન સુરાજ તરફથી ડૉ. અનુજ સિંહ મેદાનમાં છે. અનુજ સિંહને અનંત સિંહનું સમર્થન પણ પ્રાપ્ત છે. જાેકે, નીરજ કુમાર જેડીયુના વર્તમાન એમએલસી છે.