જામનગરના અંબાવિજય હોસ્પિટલ પ્લોટમાં નવરાત્રિ ગરબીના આયોજન સામે વિરોધ થયો છે. આ મામલે જામસાહેબે આકરું વલણ અપનાવ્યું. તેમણે વિરોધ કરનારાઓને કહ્યું કે, જો ગરબી બંધ કરાવવી હોય તો આખા ગામની બધી ગરબીઓ બંધ કરાવો, માત્ર આ એક જ જગ્યાને કેમ નિશાન બનાવો છો? આયોજન અંગે જામસાહેબે સ્પષ્ટતા કરી કે ગરબી રાત્રે ૧૧:૩૦ કલાકે પૂરી કરાશે. ટ્રાફિક ન થાય તે માટે પ્લોટમાં જ વાહન પાર્કિંગની પૂરતી જગ્યા રખાશે.


સ્થાનિકોના વિરોધ પર તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું. લોકોને સ્વાર્થી તત્વોની વાતોમાં ન આવવા અપીલ કરી. જામસાહેબે સ્પષ્ટ કર્યું કે આ યોજના તેમની નહોતી, તેમણે માત્ર પરવાનગી આપી હતી. જામસાહેબે હવે આ વિવાદમાં વચ્ચે પડવાનો ઇનકાર કર્યો છે. ઉકેલ આયોજકો, સ્થાનિકો અને સરકારી અધિકારીઓએ સાથે મળીને લાવવાનો રહેશે.

