Gujarat

સાવજ ડેરીમાં 17મી વાર્ષિક સભા યોજાઈ

વંથલીના ખોખરડા ફાટક સ્થિત સાવજ ડેરી પ્લાન્ટ ખાતે શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની 17મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. આ પ્રસંગે પશુપાલકો અને ખેડૂતો સાથે સંવાદ થયો.

સભામાં દૂધ ઉત્પાદનમાં ઉત્તમ કામગીરી કરનાર દૂધ મંડળીઓ, સભાસદો અને દૂધ સંઘના કર્મચારીઓનું સન્માન કરાયું. ડેરીના પ્રોજેક્ટ્સ, યોજનાઓની રૂપરેખા રજૂ કરાઈ, તેમજ વિવિધ ઠરાવોને મંજૂરી અપાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ‘સહકારથી સમૃદ્ધિ’ મંત્રને સાકાર કરવા સહકારી માળખાને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો.

આ પ્રસંગે ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, સહકારી સંઘના ચેરમેન ભાવેશભાઈ મેનપરા, ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા, વંથલી તાલુકા સંઘના ચેરમેન રમેશભાઈ ડાંગર, વંથલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશભાઈ સુવાગીયા સહિત ડેરીના ડિરેક્ટર્સ, પક્ષ-સહકારી અગ્રણીઓ, દૂધ મંડળીઓના પ્રમુખ-મંત્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો હાજર રહ્યા.