પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ચોમાસામાં ભારે વરસાદને કારણે સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને ઉકેલવા, રેલ સંચાલનની સુરક્ષા વધારવા માટે ઓખા–ગોરિંજા સેક્શનમાં વધારાના પાણી નિકાલ માર્ગ (ડ્રેનેજ ગરનાળા)નું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ભારે વરસાદમાં પાણીના સરળ પ્રવાહ માટે આ નવો માર્ગ તૈયાર કરાયો છે. આ કામગીરીથી ટ્રેક આસપાસ પાણી ભરાવાનું જોખમ ઘટી જશે અને અતિશય જળપ્રવાહને કારણે ટ્રેકના ધોવાણ તથા પાળાને થતા નુકસાનને અટકાવી શકાશે.
આ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવા માટેરાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી ખાસ ટ્રાફિક બ્લોક લેવાયો હતો. નિયત સમયમાં સફળતાપૂર્વક નિર્માણ પૂર્ણ કરી બ્લોક સમયસર પૂર્ણ કરાતાં ટ્રેન વ્યવહાર સમયપત્રક મુજબ રાબેતા મુજબ શરૂ કરાયો હતો.

