રાજકોટ-અમદાવાદ હાઈવે પર ભાયલા બ્રિજ નજીક એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી હતી. આ ઘટના રાજકોટથી અમદાવાદ તરફ જવાના માર્ગ પર બની હતી. આગની જાણ થતાં જ કેરાળા બ્રિજની 112 પીસીઆર વાન તરત ઘટનાસ્થળે પહોંચી હતી. 112ની ટીમે એલબી ફાયર ટીમને બોલાવી હતી.
ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ કામગીરી દરમિયાન એચ.સી. રાજેશભાઈ ભીખાભાઈ, 112 પાયલોટ ધરમભાઈ અને જી.આર.ડી. શક્તિભાઈ સહિતની પોલીસ ટીમ હાજર હતી. પોલીસે ટ્રાફિકને અસર ન થાય તે માટે વાહનવ્યવહારને ડાયવર્ટ કર્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં આવી હતી.

