Gujarat

અમરેલીના વડિયા તાલુકામાં ૫ લોકો પર હુમલો કર્યા બાદ સિંહણને વન વિભાગ દ્વારા ઝડપીને પાંજરે પુરવામાં આવી

અમરેલીમાં આવેલ વડિયા તાલુકાના અરજણસુખ ગામના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે છેલ્લા થોડા દિવસોમાં કૂલ ૫ લોકો પર હુમલો કર્યા બાદ સિંહણને વન વિભાગ દ્વારા ઝડપીને પાંજરે પુરવામાં આવી છે. સિંહણની આક્રમક સ્થિતિ વચ્ચે વન વિભાગની ટીમે જીવના જાેખમે સિંહણને પકડી પાડી હતી. સિંહણને વન વિભાગની ટીમે ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પુરી હતી. સિંહણના હેલ્થની ચકાસણી માટે તેને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે.

ગામની સીમમાં સિંહણે વડિયા પંથકમાં બે રાહદારીઓ, બે ખેડૂત અને વનકર્મીને નિશાન બનાવ્યા હતા. સિંહણના હુમલાને કારણે ગામની શેરીઓ સુમસામ બની ગઇ હતી અને ખેડૂતો ખેતરની ઓરડીમાં પુરાઇ ગયા હતા. વન વિભાગે સિંહણને પાંજરે પુરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

અરજણસુખ ગામ આસપાસ સિંહણ દ્વારા અલગ-અલગ સમયે કરવામાં આવેલા હુમલાની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભય વધુ ઘેરો બન્યો છે. રાત્રીના સમયે રસ્તા પરથી પસાર થતા બે રાહદારીઓ ઉપર સિંહણ ત્રાટકી હતી. ત્યારબાદ બે ખેડૂતોને પણ સિંહણના હુમલાનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાઓ બાદ વનવિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી હતી, દરમિયાન એક વનકર્મી ઉપર પણ સિંહણ દ્વારા હુમલો કરવામાં આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

એક જ વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં પાંચ હુમલાની ઘટનાઓ બનતા ગ્રામજનોમાં ભારે ચિંતા જાેવા મળી રહી છે. સિંહણ માનવ વસાહત નજીક આવી રહી હોવાથી લોકો ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

ગામના લોકો પર હુમલાની ઘટનાઓ બાદ વનવિભાગની ટીમો અરજણસુખ ગામે પહોંચી હતી. શેત્રુંજી વનવિભાગનો સ્ટાફ પણ કામગીરીમાં જાેડાયો હતો. સિંહણને શોધવા માટે આસપાસના સીમ વિસ્તારમાં સર્ચ અને વોચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અંતે સિંહણને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી.

શેત્રુંજી ડિવિઝનના છઝ્રહ્લ રાજન જાદવે જણાવ્યું હતું કે, ગત રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ બાઇક સવાર પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવતા તેમને ઇજા થઇ હતી. ત્યારથી લઇને વન વિભાગની ટીમ સ્કેનિંગ કરી લોકેશનમાં હતી ત્યારે સવારે સમાચાર આવ્યા કે સવારે બે લોકો અને સ્ટાફને પણ ઇજા કરેલી છે. તમામ વિસ્તારમાં ફરી સિંહણને પકડવામાં અમે સફળ થયા છીએ.