Gujarat

જામનગરમાં ગાંધી જયંતીએ ખાદીનું રૂ. 6.25 લાખનું વેચાણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીએ જામનગરના રણજીત રોડ પર આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં ખાદીની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. એક જ દિવસમાં આશરે રૂ. ૬.૨૫ લાખની ખાદી અને ખાદી આધારિત ચીજવસ્તુઓનું વેચાણ થયું.

જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના આગેવાનો ખાદી ભવન પહોંચ્યા હતા. તેમણે ખાદીના વસ્ત્રો સહિત વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી.

ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળમાં સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો હતો. આ સંદેશને કારણે ગાંધી જયંતીએ ખાદીની ખરીદીનું મહત્વ વધ્યું. મંત્રી રિવાબા જાડેજાએ ખાદીને ભારતની આત્મનિર્ભરતા અને સ્વાભિમાનનું પ્રતીક ગણાવ્યું. તેમણે સ્થાનિક કારીગરોને ટેકો આપવા વધુ ખાદી ખરીદવાની અપીલ કરી.

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી અને શાસક પક્ષના નેતા અમર મોદી સહિત અન્ય આગેવાનો પણ ખાદી ભવનમાં હાજર રહ્યા.