સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થઈ છે. મહારાષ્ટ્રના એક સામાન્ય ખેડૂતને થાપાનો ગોળો સુકાઈ જવાની ગંભીર બીમારીમાંથી મુક્તિ અપાવવામાં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગને મોટી સફળતા મળી છે. જમણા થાપાનો ગોળો 60થી 70 ટકા સુધી ઘસાઈ જતાં અસહ્ય દુખાવાથી પીડાતા આ ખેડૂતનું હિપ રિપ્લેસમેન્ટનું અત્યંત જટિલ ઓપરેશન તબીબોએ વિનામૂલ્યે સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
મુંબઈ-પુણેમાં સારવાર કરાવી છતાં રાહત ન મળી હારાષ્ટ્રના મોહાડી ગામના રહેવાસી ગજાનંદભાઈ હરિભાઈ સરતાલે ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2019માં તેમને ડાબા થાપામાં તકલીફ ઊભી થતાં તેમણે મુંબઈ, નાસિક અને પુણે જેવા મોટા શહેરોની હોસ્પિટલોમાં તપાસ કરાવી સારવાર લીધી હતી. જોકે, થોડા સમય બાદ તેમના જમણા થાપામાં પણ અસહ્ય દુખાવો શરૂ થયો હતો.
તપાસમાં ‘એવેસ્ક્યુલર નેક્રોસિસ’ નામની બીમારી સામે આવી દુખાવો વધતાં કરાયેલી તબીબી તપાસમાં સામે આવ્યું કે દર્દી ‘Avascular Necrosis of Hip’ એટલે કે થાપાનો ગોળો સુકાઈ જવાની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. આ બીમારીના કારણે તેમના જમણા થાપાનો ગોળો લગભગ 60થી 70 ટકા જેટલો ખરાબ થઈ ચૂક્યો હતો અને તેમનું ચાલવું-હરવું મુશ્કેલ બની ગયું હતું. આખરે આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેઓ સારવારની આશા સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

