અંબિકા તાલુકાના બુટવાડા ગામમાં વન વિભાગના પાંજરામાં એક દીપડો પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી આ દીપડો ગામમાં આંટાફેરા મારતો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા જ બુટવાડા ગામના વાણીયાવાડ વિસ્તારમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનોમાં દીપડાને પાંજરામાં કેદ થયેલો જોવા ભારે કુતૂહલ હતું.

વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે સુરક્ષિત રીતે દીપડાનો કબજો લીધો. પ્રાથમિક તપાસ બાદ દીપડાને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી કરાઈ છે.

