વડોદરાના ડેસર ટાઉનમાં ગૌવંશનું કતલ કરી તેનું માંસ વેચાણ કરવાના હેતુથી રહેણાંક મકાનમાં રાખવામાં આવ્યું હતું. પોલીસે રેડ કરીને જાબીર મહમદ ઘાંચીના મકાનમાંથી ગૌમાંસનો જથ્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ગુજરાત પશુ સંરક્ષણ કાયદા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે દરોડો પાડી ગૌ માંસ જપ્ત કર્યું ડેસર પોલીસને બાતમી મળી હતી કે, જાબીર મહમદ ઘાંચીએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગૌવંશનું માંસ વેચાણ કરવાના હેતુથી રાખ્યું છે.
જેના આધારે સાંજે ડેસર પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન પટેલની સૂચનાથી મકાનમાં દરોડો પાડયો હતો, ત્યારે મકાનમાંથી આશરે 50 કિલો માંસ, જેની કિંમત રૂ.10 હજાર મળી આવ્યું હતું, આ ઉપરાંત બે મોટા લોખંડના છરા, લાકડાના હાથાવાળી ત્રણ નાની છરીઓ, માંસ કાપવા માટે વપરાતો લાકડાનો ટુકડો અને ઇલેક્ટ્રિક વજનકાંટો સહિત રૂ.12 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા એફએસએલને બોલાવીને સમગ્ર માસની ચકાસણી કરાવતા ગૌમાતા જ હોવાનું પુરવાર થયું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે ધર્મેશકુમાર કાળુ બારીયાની ફરિયાદના આધારે ડેસર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ કરી હતી. જે દરમિયાન ગણતરીના કલાકમાં જાબીર ઘાંચીની ધરપકડ કરાઈ હતી.

