Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.309 અને ચાંદીમાં રૂ.515નો ઘટાડો ક્રૂડ તેલ, કપાસ, કોટન, મેન્થા તેલ, સીપીઓમાં નરમાઈનો માહોલઃ રબરમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 96 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 148 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,16,710 સોદાઓમાં કુલ રૂ.9,876.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 96 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 55,387 સોદાઓમાં કુલ રૂ.3,841.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,002ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,012 અને નીચામાં રૂ.47,703 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.309 ઘટી રૂ.47,733ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.290 ઘટી રૂ.38,648 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.4,789ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,367 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,650 અને નીચામાં રૂ.61,910 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.515 ઘટી રૂ.61,999 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.506 ઘટી રૂ.62,286 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.506 ઘટી રૂ.62,290 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 12,546 સોદાઓમાં રૂ.2,408.55 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.226.35 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.287ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.85 ઘટી રૂ.757.40 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.5 ઘટી રૂ.1,552.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.65 ઘટી રૂ.188ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 29,576 સોદાઓમાં કુલ રૂ.1,857.90 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,673ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,723 અને નીચામાં રૂ.5,641 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.26 ઘટી રૂ.5,657 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.30 વધી રૂ.300.40 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,064 સોદાઓમાં રૂ.118.11 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,897.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1897.50 અને નીચામાં રૂ.1880 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 ઘટી રૂ.1,889 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,600 અને નીચામાં રૂ.16,250 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.305 વધી રૂ.16,487ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,087ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1090 અને નીચામાં રૂ.1087 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી રૂ.1088.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.40 ઘટી રૂ.988.20 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.250 ઘટી રૂ.33,180 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,603 સોદાઓમાં રૂ.2,219.61 કરોડનાં 4,6353 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 40,784 સોદાઓમાં કુલ રૂ.1,621.64 કરોડનાં 259.744 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.346.02 કરોડનાં 15,365 ટન, જસતના વાયદાઓમાં રૂ.474.36 કરોડનાં 16,635 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.855.96 કરોડનાં 11,465 ટન, નિકલના વાયદાઓમાં રૂ.682.31 કરોડનાં 4,417.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.49.90 કરોડનાં 2,680 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,577 સોદાઓમાં રૂ.680.27 કરોડનાં 11,96,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,999 સોદાઓમાં રૂ.1,177.63 કરોડનાં 3,96,70,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.11 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 940 સોદાઓમાં રૂ.107.02 કરોડનાં 32000 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 85 સોદાઓમાં રૂ.3.63 કરોડનાં 36.72 ટન, રબરના વાયદાઓમાં 14 સોદાઓમાં રૂ.0.28 કરોડનાં 17 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.7.07 કરોડનાં 660 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,719.856 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 600.641 ટન, એલ્યુમિનિયમમાં 15,325 ટન, જસત વાયદામાં 10,065 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,762.500 ટન, નિકલ વાયદામાં 3,084 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,170 ટન, ક્રૂડ તેલમાં 9,22,300 બેરલ અને નેચરલ ગેસમાં 88,98,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 136 ટન, કોટનમાં 173200 ગાંસડી, મેન્થા તેલમાં 347.76 ટન, રબરમાં 69 ટન, સીપીઓમાં 71,930 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,854 સોદાઓમાં રૂ.169.42 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 686 સોદાઓમાં રૂ.53.97 કરોડનાં 765 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,076 સોદાઓમાં રૂ.107.92 કરોડનાં 1,257 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,696 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 952 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,142ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,152 અને નીચામાં 14,056ના સ્તરને સ્પર્શી, 96 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 97 પોઈન્ટ ઘટી 14,063ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,186ના સ્તરે ખૂલી, 148 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 117 પોઈન્ટ ઘટી 17,166ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 16,283 સોદાઓમાં રૂ.1,481.38 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.219.28 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25.96 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,229.37 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *