Gujarat

છોટાઉદેપુર કલેકટર સ્તુતિ ચારણની બહેને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી

———————–
પરીક્ષામાં પાંચમો ક્રમાંક મેળવી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા.
છોટાઉદેપુર
          છોટાઉદેપુર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા સુશ્રી. સ્તુતિ ચારણના નાના બહેન ડૉ. નીતિ ચારણે ત્રીજા પ્રયત્ને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા છે. તેણીએ આ અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પણ આપી હતી. તેમણે સખત મહેનત કરી ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષામાં જનરલ મેરીટ માં 5મો   અને મહિલા કેટેગરીમાં 1લો ક્રમાંક  મેળવ્યો છે.
           આ અંગે ડૉ. નીતિ ચારણ સાથે ટેલિફોનીક વાત કરતા તેમણે તેમની સફળતાનો સઘળો શ્રેય તેમની મોટી બહેન સ્તુતિ ચારણને આપતા જણાવ્યું હતું કે, મારી મોટી બહેન ગુજરાત કેડરમાં સનદી અધિકારી તરીકે ફરજ બજાવે છે. મારી મોટી બહેને જ મને વહીવટી સેવાઓની પરીક્ષાઓ આપવા માટે માહિતી, માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી છે. મને શરૂઆતથી જ ગુજરાત પ્રત્યે આકર્ષણ રહ્યું છે તેમજ દીદી પણ ગુજરાત કેડરમાં ફરજ બજાવે છે જેથી મેં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. કોઈ પણ પ્રકારની તાલીમ વગર જાત મહેનતે જ તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20211229-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *