Gujarat

ભરૂચમાં જંબુસર બાયપાસ ચોકડી નજીક અફીણ ઝડપાયું

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલક પાસેથી ભરૂચ એસઓજી ટીમે 96 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોહમદી કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનના સંચાલક નરેશ તાજેંગ પાટીદારના રૂમમાંથી ₹48,000 ની કિંમતનું અફીણ અને મોબાઈલ ફોન મળી કુલ ₹58,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બાતમીના આધારે SOGના દરોડા પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે SOG PI એ.વી. પાણમીયાના માર્ગદર્શન હેઠળ ટીમે ચાની દુકાનના ઉપર આવેલા રૂમમાં દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન ત્યાંથી અફીણનો જથ્થો મળી આવતાં દુકાન સંચાલક નરેશ પાટીદારની સ્થળ પરથી જ ધરપકડ કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અંગત સેવન માટે લાવ્યાની કબૂલાત અને પોલીસ સ્પષ્ટતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ અફીણ પોતાના અંગત સેવન માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. હાલમાં આ અફીણનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટના બાદ શહેરમાં ‘અફીણવાળી ચા’ વેચાતી હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું, પરંતુ SOG પોલીસે સ્પષ્ટતા કરી હતી કે અફીણ દુકાનમાંથી નહીં પરંતુ સંચાલકના રહેણાંક રૂમમાંથી મળી આવ્યું છે.