ગોંડલના નાની બજારમાં બેનાણી વાડી પાસે આવેલા ટ્રાન્સફોર્મર નીચે કચરામાં આગ લાગી હતી. સામાજિક કાર્યકર કિશોર ધડુકે તરત જ PGVCL ના એન્જિનિયર પી.એસ. ધૂલીયાને ફોન કરીને જાણ કરી. જાણ થતા જ વીજ કંપનીએ કાર્યવાહી કરી. એન્જિનિયર ધૂલીયાએ ડેપ્યુટી એન્જિનિયર બી.ડી. બારોટને જાણ કરી. વીજ વિભાગે તરત જ તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કર્યો અને PGVCL ની ટીમને ઘટનાસ્થળે મોકલી.

નગરપાલિકાના ઉપ પ્રમુખ મનીષ રૈયાણીને પણ જાણ કરાઈ. તેઓ તરત જ સ્થળ પર પહોંચ્યા અને ફાયર ટીમને બોલાવી. ફાયર સ્ટાફે આવીને પાણી છાંટી આગને કાબૂમાં લીધી. સમયસર વીજ પુરવઠો બંધ થવાથી અને ફાયર ટીમના કામથી કોઈ નુકસાન થયું નહીં.

