જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામે રહેતા એક યુવાન ની લાશ તેજ ગામના પુલ નીચેથી મળી આવતા તાલુકા પોલીસે કબ્જો લઈ મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડી.
બનાવની વિગત મુજબ જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે રહેતા અનુસૂચિત જાતિનો યુવક લાલાભાઈ ચંદુભાઈ પરમાર (ઉ.વ.18) બે દિવસ પૂર્વે ઘરેથી લાપતા થયો હતો જેમનો પરિવારજનો તને શોધખોળ કરી રહ્યા હતા એવામાં ગામના ઘેટા બકરા ચરાવતા યુવકે લાશ જોતા પ્રથમ ગામના સરપંચને જાણ કરી હતી,તેમજ ગ્રામજનોએ જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ સ્થળ પર પહોંચી ગ્રામજનોની મદદથી લાશ બહાર કાઢતા ગામનોજ યુવક હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા લાશને કબજે લઇ પ્રથમ જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં પરિવાર તેમજ ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ બનાવને પગલે જેતપુર તાલુકા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રાજકોટ ફોરેન્સિક ખાતે ખસેડી હતી
હરેશ ભાલીયા જેતપુર


