રાજકોટમાં ભારતીય નાગરિક પ્રમાણપત્ર એનાયત સમારવામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 319 નાગરિકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે તેમણે કેન્દ્ર સરકારના CAA ના નિર્ણય સામે ગેરમાર્ગે દોરી આંદોલન કરનારાઓ સામે નિશાન તાકયુ હતું.

જેમાં પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબાની વેલ્યુ વધારે છે તેવું નિવેદન આપ્યું હતું તો રાજકોટમાં બુધવારે રાત્રે બનેલી મર્ડર વિથ લૂંટની ઘટનામાં તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા બદલ પોલીસ કમિશનર અને તેમની ટીમનો જાહેર મંચ પરથી આભાર વ્યક્ત કર્યો હતો.

સંઘવીએ લોકોને કહ્યું- ‘મુસ્કુરાઈએ આપ સબ ભારત કે નાગરિક હૈ’ શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર સમારોહમાં સંઘવીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, “મુસ્કુરાઈએ આપ સબ ભારત કે નાગરિક હૈ” નવરાત્રીમાં આપ સૌના ઘરોમાં દિવાળી જેવો તહેવાર છે.સાચા અર્થે CAA ના નિર્ણય સામે ગેરમાર્ગે દોરી આંદોલન કરવામાં આવ્યું.માં હિંગળાજે તમને આશીર્વાદ આપ્યા અને અને માં અંબા પાસે મોકલ્યા છે.પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબા ની વેલ્યુ વધારે છે.

