બોર્ડર રેન્જ આઈજી ચીરાગ કોરાડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચનાથી અને સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ કચ્છમાં બૂટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સામખિયાળી પોલીસની ટીમ સામખિયાળી માળિયા નેશનલ હાઇવે પર વોચમાં હતી. તે દરમિયાન પોલીસની ટીમને વિદેશી દારૂની બાતમી મળી હતી. જે બાદ સામખિયાળી પોલીસની ટીમે નવા કટારીયા નજીક બ્રીજ પાસે સફેદ કલરની ક્રેટા કારમાંથી વિદેશી દારૂના કુલ 3744 નંગ ક્વાટર કબ્જે કરવામાં આવ્યા હતા. વિદેશી દારૂ અને ક્રેટા કાર સહિત કુલ 15 લાખ 5 હજારનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

