Gujarat

મોરારિબાપુએ વાગા અટારી સીમા પર સેનાની કવાયત નિહાળી

મોરારિબાપુએ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા દરમિયાન વાગા અટારી સીમાની મુલાકાત લીધી. આ યાત્રા કન્યાકુમારીથી કેદારનાથ સુધીની છે. અમૃતસર પાસે રાષ્ટ્રની સીમા પર કથાગાન થયું.

આ મુલાકાત દરમિયાન તેમણે સેનાના વિભાગો દ્વારા યોજાયેલી કવાયત નિહાળી.મોરારિબાપુ સમાજ અને સરહદના જવાનો સાથે સતત સંપર્કમાં રહે છે. તેમની રામકથા માત્ર પ્રતિકાત્મક નથી, પરંતુ સમાજને પ્રેરણા અને નવા પરિમાણો આપવાનો પ્રયાસ કરે છે.

તેઓ સરહદ પર જીવ ગુમાવનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના વારસદારોને સહાય પણ પૂરી પાડે છે. સેનાના અધિકારીઓએ મોરારિબાપુની આ મુલાકાત પર ખુશી વ્યક્ત કરી. રેલગાડી દ્વારા રામકથામાં જોડાયેલા શ્રોતાઓએ પણ સેનાની કવાયત જોઈ.