પાલનપુર તાલુકા ભાજપની સંગઠનાત્મક બેઠક બનાસ કમલમ ખાતે યોજાઈ. તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલે અધ્યક્ષતા કરી. બનાસકાંઠા જિલ્લા ભાજપના મંત્રી વંદનાબેન વાસુ અને તાલુકા ભાજપના પ્રભારી રમેશભાઈ દેલવાડિયા પણ હાજર રહ્યા.
બેઠકમાં આગામી સંગઠનાત્મક અને પક્ષીય કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા થઈ. ‘મન કી બાત’, ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો’ અને 30 ઓક્ટોબરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનો સમાવેશ થાય છે. કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપવા માર્ગદર્શન અપાયું.

પ્રમુખ રમેશભાઈ પટેલે કાર્યક્રમોની સફળતા અને સંગઠનના વ્યાપ વધારવા પર ભાર મૂક્યો. બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ નરપતસિંહ રાજપૂતનું સન્માન કરાયું. તેમણે વડનગરથી વારાણસી સુધીની બાઇક યાત્રામાં ભાગ લીધો હતો.

