આસો સુદ પૂનમના કારણે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ ભક્તો મંગળા આરતીમાં જોડાવા માટે લાંબી કતારોમાં ઊભા હતા. દેશ-વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા.
મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને શક્તિદ્વાર સુધી ભક્તોની લાઈનો લાગી હતી. બોરસદ શક્તિ મંડળની બહેનોએ ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા. ભક્તો માટે ચાનો કેમ્પ પણ લગાવવામાં આવ્યો હતો. અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય કૌશિકભાઈ જૈન અને અમિતભાઈ શાહ પણ મંગળા આરતીમાં જોડાયા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

