Gujarat

ધ્રોળ નજીક ઉંડ નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું

જામનગર જિલ્લાના ધ્રોળ નજીક ઉંડ નદીના પટ્ટામાં ગેરકાયદે રેતી ખનન અને વહન ઝડપાયું છે. ખાણ-ખનિજ વિભાગની ટીમે તપાસ કરી રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક હિટાચી મશીન, એક લોડર મશીન અને એક ડમ્પરનો સમાવેશ થાય છે. ખાણ-ખનિજ વિભાગે આ સાધનોનો કબજો પ્રહલાદસિંહ જાડેજા બ્લોક અને શિવ રોક્સ પ્લાન્ટ ખાતે સોંપ્યો છે. આ મામલે નિયમો મુજબ આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ તપાસ કામગીરીમાં નિખિલભાઈ, આનંદભાઈ, યશભાઈ અને રજનીકાંતભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.