Gujarat

જૂનાગઢમાં ૧૩ વર્ષના સગીર પર ૩ મિત્રો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

જૂનાગઢ
જૂનાગઢના હર્ષદનગરમાં રહેતા એક ૧૩ વર્ષના તરુણને એજ વિસ્તારમાં રહેતા એક ૧૫ વર્ષના અને બે ૧૪ વર્ષના તરુણો સાથે મિત્રતા હતી. આથી તેઓની સાથે રમવા જતો. દરમ્યાન છેલ્લા ૬ મહિનાથી ત્રણેય તરુણોએ ૧૩ વર્ષના તરુણ પર વારાફરતી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા રહ્યા. વારંવાર તેને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા રહ્યા અને કુલ ૨ હજાર રૂપિયા પણ પડાવી લીધા. સાથોસાથ જાે આ વાત કોઇને કરી તો છરીના ધોકા મારવાની ધમકી પણ આપતા રહ્યા.ર્ ભોગ બનનાર તરુણ મુંગામોએ પોતાના પર થતો અત્યાચાર સહેતો રહ્યો. આખરે આ વાતની તેના પિતાને ખબર પડતાં તેણે ત્રણેય અત્યાચારી તરુણો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ વિસાવદરના પીઆઇ એન. આર. પટેલ ચલાવી રહ્યા છે.જૂનાગઢના હર્ષદનગરમાં રહેતા એક ૧૩ વર્ષીય તરુણ પર એજ વિસ્તારમાં રહેતા બે ૧૪ વર્ષીય અને એક ૧૫ વર્ષીય તરુણોએ રમવા લઇ જઇ ૬ મહિના સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. સાથે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પણ પડાવ્યા હતા. આખરે ભોગ બનનારના પિતાએ ત્રણેય તરુણો સામે ફરિયાદ નોંધાવી છે.

Committed-an-act.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *