Maharashtra

અક્ષયકુમારની ફિલ્મ પૃથ્વીરાજની રિલીઝ ડેટ ડ્રોપ થયો

મુંબઈ
અક્ષયકુમારની ફિલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર ૨૭ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. જાેકે મેકર્સે લાસ્ટ મોમેન્ટ પર આ પ્લાન ડ્રોપ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, તેનું કારણ કોરોનાના વધતા કેસ છે. જણાવી દઈએ કે યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત પૃથ્વીરાજ ૨૧ જાન્યુઆરી ૨૦૨૨એ થિયેટરમાં રિલીઝ થવાની છે. જેની જાહેરાત અક્ષયે ત્રણ મહિના પહેલાં કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મેકર્સ હવે ફિલ્મની રિલીઝ પર પણ હજુ અનિશ્ચિત છે. ફિલ્મની રિલીઝને એક મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે જાેકે હજુ સુધી કોઈ ટ્રેલર પણ રિલીઝ નથી થયું અને કોઈ પ્રમોશનલ એક્ટિવિટી પણ શરૂ નથી થઈ. પૃથ્વીરાજમાં અક્ષયકુમાર ઉપરાંત સોનુ સૂદ, સંજય દત્ત પણ મુખ્ય પાત્રમાં જાેવા મળશે. મિસ વર્લ્‌ડ બની ચૂકેલ માનુષી ચિલ્લર અક્ષયની ઓપોઝિટમાં જાેવા મળશે. નોંધનીય બાબત એ છે કે આટલી મોટી સ્ટાર કાસ્ટ હોવા છતાં અત્યાર સુધી ફિલ્મની કોઈ પણ પ્રકારની પબ્લિસિટી કે પ્રમોશનલ એક્ટિવિટી શરૂ થઈ નથી. સૂત્રોના કહ્યા મુજબ આનું કારણ માત્ર ફિલ્મની રિલીઝ ડેટની અનિશ્ચિત જ નહીં પરંતુ બજેટ અને કંટ્રોવર્સીમાંથી બચવા માટે પણ છે.

Prithviraj-Chauhan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *