Gujarat

વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારી માટે બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમની તૈયારી માટે જસદણ અને વિંછીયામાં બેઠક યોજાઈ હતી. જસદણ સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહ્યા હતા.જસદણના પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ બેઠકમાં જોડાયા હતા.

બેઠકમાં કાર્યક્રમના આયોજન, વિભાગો વચ્ચે સંકલન અને જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું.કાર્યક્રમ માટે તમામ વિભાગો અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે સંકલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.