સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વેલંજા રંગોલી ચોકડીથી કઠોર તરફ જતા રસ્તે CNG અને પેટ્રોલથી ચાલતી અલ્ટો કારમાં આગ લાગી. કારમાંથી ધુમાડો નીકળતાં ચાલક બહાર નીકળી ગયા. કામરેજ ERC ફાયરની ટીમે આગ બુઝાવી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ.
કઠોરના ઉમર ટેકરા વિસ્તારમાં રહેતા અનિકેત મહેન્દ્રભાઈ રાજપૂત કાર નંબર GJ-05-CJ-1329 લઈને કઠોર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં કારમાંથી ધુમાડો નીકળવા લાગતાં તેમણે કાર રોકી અને બહાર નીકળી ગયા.

પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ અને કાર સંપૂર્ણ રીતે બળી ગઈ. ઘટનાની જાણ થતાં કામરેજ ERC ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. ફાયર એસ.ઓ. વિજય ટંડેલ સહિતના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.

