જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામની પટેલ સમાજ વાડીમાં પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું. બનાસકાંઠામાં યોજાયેલા કાર્યક્રમને જોવા માટે ગ્રામજનો અને સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે હડિયાણાના સરપંચ ભાવેશભાઈ કાનાણી, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ દલસાણીયા અને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના એમ.ડી. ધરમશીભાઈ ચનીયારા હાજર રહ્યા હતા.

વહીવટી તંત્ર તરફથી જોડિયા તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ખેતીવાડી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને યોજનાની માહિતી આપી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ વિશે વાત કરી હતી. ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્રના આયોજનને બિરદાવ્યું હતું.

