સૌરાષ્ટ્રમાં ગુજરાતી ફિલ્મ ‘અડીખમ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ માટે કાલાવડ આવેલા અભિનેતા હિતેન પરમારે શહેરની આયુર્વેદિક દુખાવો હોસ્પિટલની મુલાકાત લીધી.મુલાકાત દરમિયાન હિતેન પરમાર હોસ્પિટલના ડૉ. મેહુલ સોજીત્રા, ડૉ. આર.કે. બામરોલિયા અને ડૉ. હિતેશ સાંગાણીને મળ્યા હતા. તેમણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે શ્રી ખોડલધામ સમિતિના કાલાવડ તાલુકા કન્વીનર અલ્પેશભાઈ વેકરિયા અને સહકન્વીનર ભાવેશભાઈ ફળદુ પણ હાજર રહ્યા હતા.

