ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું છે કે, બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય ભાગમાં સર્જાયેલું ‘ડીપ ડિપ્રેશન‘ (ઊંડું દબાણ) વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાન ‘મુરાસુ‘ માં ફેરવાઈ ગયું છે. આંધ્રપ્રદેશમાં ‘અર્નાબ‘ ચક્રવાત ત્રાટક્યાના થોડા દિવસો બાદ, હવે ૩ નવેમ્બર સુધીમાં આ દરિયાકાંઠાના રાજ્યમાં ભારે ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે.
જાે આ હવામાન પ્રણાલી સંપૂર્ણપણે ચક્રવાતમાં વિકસે છે, તો તેને ‘મુરાસુ‘ નામ આપવામાં આવશે. તમિલ ભાષામાં ‘મુરાસુ‘નો અર્થ ‘ઢોલ‘ (ઙ્ઘિેદ્બ) થાય છે. આ નામ ભારત દ્વારા સૂચવવામાં આવ્યું હતું.
ૈંસ્ડ્ઢના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, આ તોફાન ૩ નવેમ્બરની વહેલી સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. તેમણે ઉમેર્યું કે, આ દરમિયાન ૮૦ થી ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની ગતિ ૧૦૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, મહાપાત્રાએ એમ પણ કહ્યું કે નવેમ્બર મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ અને સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતા છે. દરમિયાન, દેશના સરેરાશ મહત્તમ તાપમાનની દ્રષ્ટિએ ઓક્ટોબર ૨૦૨૬ એ ૧૯૦૧ પછીનો સૌથી ગરમ ઓક્ટોબર રહ્યો હતો.
મહાપાત્રાએ કહ્યું, “હાલમાં, અમને અપેક્ષા છે કે આ એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. એકવાર તે બની જાય, પછી તેને ‘મુરાસુ‘ નામ આપવામાં આવશે. એવી પણ થોડી શક્યતા છે કે તે ‘ગંભીર ચક્રવાતી તોફાન‘ (જીદૃીિી ષ્ઠઅષ્ઠર્ઙ્મહૈષ્ઠ જંર્દ્બિ) માં પણ ફેરવાઈ શકે છે, પરંતુ હાલમાં અમારું અનુમાન એક ચક્રવાતી તોફાનનું છે, જે ૩ નવેમ્બરની સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે.”
ઉત્તર હિંદ મહાસાગર (જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રનો સમાવેશ થાય છે) માં ઉદ્ભવતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતો માટે ભારત એક પ્રાદેશિક નામકરણ પદ્ધતિનું પાલન કરે છે. નવી દિલ્હીમાં આવેલા તેના ‘પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્ર‘ દ્વારા ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) આ હવામાન પ્રણાલીઓને નામ આપવાની જવાબદારી સંભાળે છે. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના જણાવ્યા અનુસાર, નામકરણ પ્રક્રિયામાં ૧૩ દેશો સામેલ છે: બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમન.
વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવેલી યાદીમાં ૧૬૯ નામો છે, જેમાં ૧૩ દેશોમાંથી દરેક દેશ દ્વારા ૧૩-૧૩ નામો આપવામાં આવ્યા છે. આ નામોને એક યાદીમાં ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ ક્રમશ: કરવામાં આવે છે. આ વ્યવસ્થા સહભાગી દેશોને નામ સૂચવવાની તક આપે છે, જેથી નામકરણની પ્રક્રિયા માત્ર એક જ દેશ પર ર્નિભર ન રહે.
જ્યારે ચક્રવાત (સાયક્લોન) દરમિયાન સપાટી પર પવનની મહત્તમ સતત ગતિ ૩૪ નોટ્સ (આશરે ૬૨ કિલોમીટર પ્રતિ કલાક) સુધી પહોંચે છે, ત્યારે તેને નામ આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે માત્ર સમુદ્ર પર રચાયેલી હવામાન પ્રણાલી કે જેનાથી વરસાદ પડવાની આગાહી હોય, તેને તરત જ નામ આપી દેવામાં આવતું નથી; પરંતુ પવનની ગતિ માટે નિર્ધારિત મર્યાદા (થ્રેશોલ્ડ) સુધી પહોંચવું આવશ્યક છે.
આ નામો પ્રાદેશિક યાદીમાંથી ક્રમશ: ઉપયોગમાં લેવાય છે. કોઈ તોફાનને કયા દેશ પર અસર થવાની સંભાવના છે તેના આધારે નામ આપવામાં આવતું નથી, અને તે નામ પરથી એ પણ જાણી શકાતું નથી કે તોફાન ક્યાં તટ પર ટકરાશે (લેન્ડફોલ કરશે). એક દેશ દ્વારા સૂચવવામાં આવેલું નામ એવા ચક્રવાતને પણ આપવામાં આવી શકે છે જે અંતે બીજા કોઈ દેશને અસર કરે.
ઓડિશામાં ૨ થી ૪ નવેમ્બર દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ ૨ નવેમ્બરે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની, અને ૩ તથા ૪ નવેમ્બરે દક્ષિણ ઓડિશામાં ખૂબ ભારે વરસાદની આગાહી કરી છે. ૧ અને ૨ નવેમ્બરે ગાજવીજ સાથે વરસાદ, વીજળીના કડાકા અને ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે (જેના ઝાપટાં ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે) પવન ફૂંકાવાની શક્યતા છે. ૩ અને ૪ નવેમ્બરે ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે (જેના ઝાપટાં ૭૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે) પવન સાથે ગાજવીજ અને તોફાની પવનો ફૂંકાવાની અપેક્ષા છે.

