રાજકોટમાં માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી ક૨વા સુચના આપેલ હોય, SOG P.I એન.બી.ચૌધરી ની રાહબરી હેઠળ શબ્બીરખાન મલેક તથા કરણભાઈ મારૂ તથા રવિરાજભાઈ ધગલ નાઓને સંયુક્ત બાતમી મળેલ કે, “રૂમીન મયુદ્દીનભાઈ જુણેજા તથા સાહીલ શફીમીયા કાદરી નામના બે ઇસમો થોડી વારમાં CNG ઓટોરીક્ષા. નં.GJ-23-Z-9673 લઈને એ૨પોર્ટ ફાટકથી આગળ જૈન દેરાસર વાળા રોડ ઉપરથી નિકળવાના છે. તેઓના કબ્જામાં માદક પદાર્થ M.D (ડ્રગ્સ) નો જથ્થો છે. આરોપીઓને કોર્ડન કરી પકડી પાડી અંગજડતી કરતા માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) સાહિલ ઉર્ફે જાડાબાપુ શફીભાઈ કાદરી ઉ.૩૪ રહે.રૈયા રોડ મયુર પાન વાળી શેરી “બાગે ખ્વાજા” મકાન રાજકોટ (2) રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીનભાઈ જુણેજા ઉ.૨૬ રહે.”વસીલા મજીલ” શિવપરા શેરીનં.૪ રૈયા રોડ રાજકોટ. મેફેડ્રોનનો જથ્થો 49.70 ગ્રામ કિ.1,49,100 ઓટો રિક્ષા સહિત કુલ.3,10,300 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


