Gujarat

કીમ નજીક હાઈવે પર ઓઈલ ફેલાતાં બાઇકચાલકો પટકાયા

સુરત જિલ્લામાં કીમ ચારરસ્તા નજીક હથોડા ગામ પાસે નેશનલ હાઈવે-48 પર ઓઈલ ફેલાતા બાઇક અને મોપેડ સ્લીપ થયા. અનેક ચાલકો રોડ પર પટકાયા હતા.

હાઈવે પરથી પસાર થતા બંધ બોડીના મોટા વાહનમાંથી ઓઈલ લીક થયું હતું. ઓઈલ રોડ પર ફેલાતા દ્વિચક્રી વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.

એક નાગરિકે NHAIને જાણ કરી હતી. ત્યારબાદ NHAIની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઓઈલ પર ધૂળ નાખીને સફાઈ કરી હતી.