Gujarat

આપ નેતા મહેશ સવાણીએ પારણાં કર્યા

અમદાવાદ
ઉપવાસ પર બેસેલા મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને જીફઁ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા, ખોડલધામ સમિતિ સુરત કન્વીનર ધાર્મિક માલવિયાએ મહેશ સવાણીની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત આજે જીઁય્ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ પણ તેમની મુલાકાત લેવાનાં છે. ત્યારે મહેશ સવાણીને ઁછછજી અને જીઁય્ના નેતાઓ મળતાં રાજનીતિ તેજ થઈ ગઈ છે.હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા આમ આદમી પાર્ટી (છછઁ) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી છેલ્લા ૬ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આ ઉપવાસ મામલે સરકારે મચક નહીં આપતાં આખરે ‘આપ’એ ઝૂકવું પડ્યું છે.મહેશ સવાણીએ જીફઁ હોસ્પિટલમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, મોહનદાસ જી મહારાજ અને ઋષિ ભારતી બાપુના વરદ હસ્તે પારણાં કર્યા હતા. બાદમાં તેઓ નવરંગપુરા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા. જ્યાં તેઓ પાલક દીકરીઓના હાથે પણ તેઓએ પારણાં કર્યા હતા. ગુલાબસિંહ યાદવે પણ પારણાં કર્યા હતા. ગઈકાલે આપ પાર્ટીના યુથ વિંગના ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહેશ સવાણીના ઉપવાસ અંગે જાણકારી આપી હતી. યુવરાજસિંહે કહ્યું હતું કે, મહેશ સવાણી અમારી વેદનાને વાચા આપી પોતાનું અનશન તોડી રહ્યા છે. તેઓ નરોત્તમ સ્વામીના આદેશથી પારણાં કરશે. યુવરાજસિંહે અસિત વોરા બે દિવસમાં રાજીનામું નહીં આપે તો ફરીવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અગાઉ પણ યુવરાજસિંહે ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. પરંતુ સરકારે પેપરલીક મામલે કાર્યવાહી શરૂ કરતાં તેમના અલ્ટીમેટમનું સૂરસૂરિયું થઈ ગયું હતું. આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને ગુલાબસિંહ યાદવ છેલ્લા એક સપ્તાહથી આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર આમરણાંત ઉપવાસ પર બેઠાં હતાં. આ દરમિયાન મહેશ સવાણીની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ડોક્ટરોએ તેમને ઉપવાસ તોડવા માટે સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેઓ પોતાના ર્નિણય પર અડગ હતાં. પરંતુ દીકરીઓ અને સામાજિક આગેવાનોની સમજાવટ બાદ તેઓ ઉપવાસ તોડવા તૈયાર થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *