અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે ચારેક મહિના પહેલાં ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઇકો કાર પૂરઝડપે જતી હતી અને એ આગળ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ધંધૂકા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ૫.૦૦ કલાકે સૌરાષ્ટ્ર તરફ ૫૬ લોકોને ટૂરમાં લઈને જતી પ્રાઈવેટ બસ ધંધૂકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી જતાં બસમાં સવાર ૫૬ લોકોમાંથી ૩૫ લોકોને ઇજા પહોંચી હતી, જેમાં ૩ બાળક સહિત ૧૧ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં છે તો અન્ય ૧૦ને ઇજા પહોંચી છે. એકાએક ટ્રક પાછળ એક તુફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો છે. બગોદરા-બાવળા-ફેદરા સહિતની ૧૦૮ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાલમાં બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા છે. અકસ્માત થયેલી તુફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે. તેઓ રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.


