દિપોત્સવ પર્વને વધાવવા દર વર્ષે રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે દરવર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગરની સંસ્થા કલાસંઘ દ્વારા દિપોત્સવ પર્વ અન્વયે શહેરના ઘોઘા સર્કલ ખાતે રંગોળી સ્પર્ધાનું કલરફૂલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવનવી ડિઝાઈનની રંગોળી દોરવામાં આવી હતી
દિવાળીને આવકારવા ભાવનગર કલાસંઘ દ્વારા ઘોઘા સર્કલ ખાતે આજે ધનતેરસના દિવસે એક સુંદર રંગોળી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈ માં 4 વર્ષથી લઈ થી 70 વર્ષ સુધી ના 80 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં અલગ-અલગ વયજુથના ગ્રુપમાં કલાકારોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા ભાગ લેનાર દરેકને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા,

