Gujarat

અમીરગઢમાં જિલ્લા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાઈ

અમીરગઢ
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા વિકાસ અધિકારી, બનાસકાંઠા અને સમાજશાસ્ત્ર વિભાગ, સરકારી વિનયન કોલેજ, અમીરગઢના સંયુક્ત ઉપક્રમે અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે જિલ્લા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, પ્રિતેશભાઇ સોનીએ કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. ઉપરાંત મુખ્ય વક્તા તરીકે ર્નિમળદાન ગઢવીએ યુવાનોમાં વ્યક્તિત્વ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર તેમજ મૂંઝવતા પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યુ હતું. સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. નિતિનકુમાર જાદવ અને આચાર્ય ડૉ. એન.કે.સોનરા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મોડર્ન સ્કૂલ, અમીરગઢ, સરસ્વતી વિધામંદિર અમીરગઢ, આર. આર. વિદ્યાલયના પ્રતિનિધિઓ તેમજ તેમની શાળાના વિદ્યાર્થીઓએ પણ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવિક પંચાલે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમનું સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના પ્રો. ભુપેન્દ્રભાઈ ચડોખીયાએ કર્યું હતું.

Amrut-Mahotsav-program.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *