ઉમરાળા તાલુકાની મામલતદાર કચેરીમાં 25 નવેમ્બર 2026ના રોજ સવારે 11 વાગ્યે મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. રાજ્ય સરકારના આદેશ અનુસાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના નિકાલ માટે અરજદારો પાસેથી આધાર-પુરાવા સાથેની અરજીઓ 10 નવેમ્બર 2026 સુધીમાં મંગાવવામાં આવી છે. અરજીઓ મામલતદાર, ઉમરાળાની કચેરીમાં રજૂ કરવાની રહેશે.
અરજીમાં અરજદારે પોતાનું પૂરું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે. અંગત પડતર પ્રશ્નો અને રજૂઆતો માટે જરૂરી આધાર-પુરાવા પણ જોડવાના રહેશે.
સર્વિસ મેટર, નીતિ વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર અને સામૂહિક પ્રશ્નો કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે નહીં. કાર્યક્રમનું સ્થળ મામલતદાર કચેરી, ઉમરાળા છે.

