Gujarat

WPL 2027 સીઝનનું શેડ્યુલ જાહેર, વડોદરામાં 11 મેચ રમાશે

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2027ની આગામી સિઝનનું સત્તાવાર શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ક્રિકેટ જગતમાં અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રોમાંચક ટૂર્નામેન્ટની શરૂઆત આગામી 14 જાન્યુઆરી 2027થી થશે અને સમગ્ર સિઝન દરમિયાન ક્રિકેટરો પોતાની બેટિંગ અને બોલિંગથી મેદાન પર જાદુિ પ્રદર્શન કરશે.

આ સિઝનની પ્રથમ અને ઉદ્ઘાટન મેચ 14 જાન્યુઆરી 2027ના રોજ સાંજે 7:30 વાગ્યે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમો સામસામે ટકરાશે, જે ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરાવશે. વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં WPLની કુલ 11 મેચ રમાશે.

14થી 24 જાન્યુઆરી સુધી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં મેચ યોજાશે ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કાની મેચો વડોદરાના મેદાન પર યોજાશે, જ્યાં 14 જાન્યુઆરીથી લઈને 24 જાન્યુઆરી સુધી નિયમિતપણે સાંજે 7:30 વાગ્યે રોમાંચક મુકાબલા રમાશે. આ દરમિયાન ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે કટ્ટર સ્પર્ધા જોવા મળશે. ત્યારબાદ, ટૂર્નામેન્ટના બીજા ચરણની મેચો મુંબઈના સીસીઆઈ (CCI) મેદાન પર ખસેડવામાં આવશે, જ્યાં 26 જાન્યુઆરી 2027થી લીગ મેચોનો ધમધમાટ આગળ વધશે.