જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામે રસ્તાના વિવાદમાં મારામારી થઈ હતી. આ ઘટનામાં ગોવિંદભાઈ મકવાણાને ગંભીર ઈજા થઈ છે. 70 વર્ષના ચનાભાઈ પરબતભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, રસ્તા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ગાળો બોલવા અને ધમકી આપવાની બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ મારામારી થઈ હતી.
ઈજાગ્રસ્ત ગોવિંદભાઈ મકવાણાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની હેમરેજની તપાસ સહિતની સારવાર ચાલી રહી છે. સતીશભાઈ ખીમજીભાઈ મકવાણાની ફરિયાદના આધારે લાલપુર પોલીસે ચનાભાઈ સામે ગુનો નોંધ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 118(2), 351(3) અને 352 હેઠળ નોંધાયેલા આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

