જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામે પવનચક્કીમાંથી કોપર કેબલની ચોરી થઈ હતી. 5 નવેમ્બરે લોકેશન નંબર 401, 402 અને 403 પરથી અંદાજે 30 મીટર અર્થિંગ કેબલ ચોરાયો હતો. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે પોલીસે ગોદાવરી ગામના પાટિયા પાસેથી બે શખ્સોને પકડ્યા હતા. તેમની પાસેથી અંદાજે ₹18,000ની કિંમતના કોપર વાયરના ટુકડા અને ચોરીમાં વપરાયેલી સુઝુકી એક્સેસ મોટરસાઇકલ મળી હતી. પોલીસે કુલ ₹33,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

