Gujarat

જામનગરમાં અંબર ચોકડીથી વિકટોરિયા પુલ સુધી દબાણો હટાવ્યાં

જૂના રેલવે સ્ટેશન પાસે ઘણા વર્ષોથી ઝૂંપડાં ઊભાં થયાં હતાં. અહીં અસામાજિક તત્વોનો અડ્ડો હોવાની અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો મળતી રહી છે. તંત્ર અગાઉ પણ અહીંથી દબાણો હટાવી ચૂક્યું છે, પરંતુ થોડા સમય પછી ફરી દબાણો થઈ જતાં હતાં.

ફ્લાયઓવર નીચે ઝૂંપડાં ઊભાં કરાયાં હતાં. આ કારણે વાહનચાલકો સાથે ઘર્ષણ થતું હોવાની અને અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો હતી.

આજે મહાનગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે અંબર ચોકડી પહોંચી હતી. ત્યાંથી વિકટોરિયા પુલ સુધી ઓવરબ્રિજ નીચેના ઝૂંપડાં અને રેંકડીઓ સહિતનાં દબાણો દૂર કર્યાં હતાં.