International

બાંગ્લાદેશમાં ગાર્મેન્ટ કામદારોની વેતન હડતાળ વચ્ચે નવા વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, શેખ હસીનાના સંભવિત વાપસી અંગે તણાવ

બાંગ્લાદેશમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે, કારણ કે ગાર્મેન્ટ કામદારો વધુ સારા વેતનની માંગ સાથે હડતાલ પર અડગ છે. આ પ્રદર્શનોની વચ્ચે, ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સંભવિત વાપસીને લઈને પણ તણાવ વધી ગયો છે; નોંધનીય છે કે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા આંદોલન દરમિયાન તેમને સત્તા પરથી હટાવવામાં આવ્યાના બે વર્ષ બાદ આ સ્થિતિ સર્જાઈ છે.

ઢાકાના બાહ્ય વિસ્તારમાં આવેલા ગાઝીપુર શહેરમાં, લઘુત્તમ વેતનમાં વધારાની માંગ સાથેના વિરોધ પ્રદર્શન દરમિયાન, એક ગાર્મેન્ટ કામદારે ટીયર ગેસના શેલને પાછો ફેંકી દીધો—જે એક અત્યંત જાેખમી પ્રકારનું વિરોધ પ્રદર્શન હતું.

‘ઢાકા ટ્રિબ્યુન‘ અને અન્ય સ્થાનિક અહેવાલો અનુસાર, ગાર્મેન્ટ કામદારોનું આંદોલન હિંસક બનતા તેમણે ઢાકા અને દેશના મુખ્ય આર્થિક ક્ષેત્ર ગણાતા મૈમનસિંહ વચ્ચેના મુખ્ય હાઈવેને બ્લોક કરી દીધો હતો.

આ વિરોધ પ્રદર્શનો ઓક્ટોબરમાં શરૂ થયા હતા, જ્યારે ગાર્મેન્ટ કામદારોએ વધુ સારા વેતનની માંગ કરી હતી. તેઓ ૩૦,૦૦૦ ટકા (બાંગ્લાદેશી ચલણ) ના માસિક લઘુત્તમ વેતનની માંગ કરી રહ્યા છે, જે તેમના વર્તમાન ૧૨,૫૦૦ ટકાના વેતન કરતાં ૧૪૦ ટકાનો વધારો છે.

મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, કામદારો ખોરાક, રહેઠાણ, પરિવહન અને આરોગ્યસંભાળના વધતા ખર્ચને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યા હોવાથી આ માંગ કરવામાં આવી છે. ઓક્ટોબરમાં થયેલી અશાંતિ બાદ, સરકાર આ ક્ષેત્રમાં લઘુત્તમ વેતનની સમીક્ષા કરવા અને તેમાં વધારો કરવા માટે સંમત થઈ હતી.

બોર્ડે જણાવ્યું હતું કે સુધારેલા વેતન ધોરણો ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવશે અને નવું વેતન જાન્યુઆરી ૨૦૨૭ થી ચૂકવવામાં આવશે.

આ જાહેરાત બાદ, લઘુત્તમ વેતન બોર્ડે કહ્યું હતું કે તેઓ કામદારો માટેના નવા વેતન દર અંગે વિચારણા કરશે. જાે કે, સોમવારે યોજાનારી ત્રીજી બેઠક મુલતવી રાખવામાં આવતા ફરી એકવાર અશાંતિ ફેલાઈ ગઈ.

‘બાંગ્લાદેશ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન‘ (મ્ય્સ્ઈછ) અને ‘બાંગ્લાદેશ નીટવેર મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન‘ (મ્દ્ભસ્ઈછ) એ પણ વેતન અંગેની વાટાઘાટો વહેલી તકે ફરી શરૂ કરવા અપીલ કરી છે.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં આવેલી ૪,૫૦૦ ફેક્ટરીઓમાંથી લગભગ ૫૦૦ ફેક્ટરીઓ કામદારોની હડતાલને કારણે બંધ થઈ ગઈ છે.

વધુમાં, મંગળવારે વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા; પ્રદર્શનકારીઓએ ઈંટો ફેંકી, વાહનોને આગ લગાડી અને વાહનવ્યવહાર ખોરવી નાખ્યો. હજારોની સંખ્યામાં એકત્ર થયેલી ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો.

આ વિક્ષેપ ક્રિસમસ પહેલાં સર્જાયો છે, જે બાંગ્લાદેશના ગાર્મેન્ટ (વસ્ત્ર) ઉદ્યોગ માટે નિકાસની દૃષ્ટિએ સૌથી વ્યસ્ત સમયગાળો ગણાય છે.

ચીન પછી બાંગ્લાદેશ વિશ્વનો બીજાે સૌથી મોટો ગાર્મેન્ટ નિકાસકાર દેશ છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે કપડાંનું ઉત્પાદન કરે છે.

હસીનાની સંભવિત વાપસીથી તણાવ વધ્યો

ગાર્મેન્ટ કામદારોના વ્યાપક વિરોધ પ્રદર્શનોની સાથે, બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન અને અવામી લીગના વડા શેખ હસીનાની સંભવિત વાપસીને લઈને રાજકીય તણાવ પણ ચરમસીમા પર છે.

‘ઢાકા ટ્રિબ્યુન‘ના અહેવાલ મુજબ, સોમવારે રાત્રે ઢાકા એરપોર્ટ નજીક બે દેશી બોમ્બ વિસ્ફોટ થયા હતા. બાંગ્લાદેશી સમાચાર માધ્યમ અનુસાર, એક બોમ્બ હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના બહારના દરવાજા પાસે વિસ્ફોટ પામ્યો હતો, જ્યારે બીજાે બોમ્બ એરપોર્ટ નજીકના જાસિમુદ્દીન વિસ્તારમાં, ફ્લાયઓવર કનેક્ટર્સ પાસે ફાટ્યો હતો.

એરપોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારી કામરુલ ઇસ્લામ તાલુકદારે જણાવ્યું હતું કે, ફ્લાયઓવર પરથી એરપોર્ટ વિસ્તાર તરફ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે.