અમદાવાદના સતાધાર ચાર રસ્તા પાસે આવેલા વડવાળી જોગણી માતાજીના મંદિરમાં 11મો મહા પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીનાં દર્શન કર્યા હતા.

મંદિરનું નવનિર્માણ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. લાખો ભક્તો આ મંદિર પ્રત્યે આસ્થા ધરાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ માતાજીમાં આસ્થા ધરાવે છે. તેઓ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા.
ગોતા વોર્ડના કોર્પોરેટર કેતન પટેલે આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. પાટોત્સવ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે પંડિતોએ હોમાત્મક નવચંડી યજ્ઞ કર્યો હતો. યજ્ઞના દર્શન અને માતાજીના આશીર્વાદ માટે ભક્તો આવ્યા હતા.

કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, કેતન પટેલના સમર્થકો, ગોતા વોર્ડના આગેવાનો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ભક્તોએ માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

