પરિક્રમા દરમિયાન કાયદો વ્યવસ્થા અને ભાવિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન બાળકો સહિત 340 ભાવિકો તેમના પરિવારથી પરિક્રમા વેળાએ વિખૂટા પડી ગયા હતા. જોકે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તૈનાત પોલીસ, એસડીઆર એફની ટીમ અને વન વિભાગના સ્ટાફે જહેમત ઉઠાવી 340 યાત્રિકોને પરિક્રમાના વિવિધ રૂટ પરથી શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
તંત્રની આ ત્વરિત કામગીરીની ભાવિકોએ પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. પરિક્રમા દરમિયાન અસામાજિક તત્વો પર પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. પોલીસે સર્વેલન્સ આધારે 129 શખ્સોને પકડી ડિટેન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

