Gujarat

રાજકોટમાં સાત મહિના પૂર્વે લગ્ન કરનાર નવોઢાને મરવા મજબુર કરનાર પતિ સાસુ સસરા અને દિયર સામે નોંધાઈ ફરિયાદ

રાજકોટ શહેરના નવાગામ નજીક રંગીલા સોસાયટીમાં ગત રવિવારના રોજ નવોઢાએ કરેલા આત્મહત્યા કેસમાં પતિ સહીત સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યા અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં સાસુ સસરા ઘરકામમાં મેણાં ટોણા મારી ઝઘડા કરતા હોવાનો તેમજ પતિ અન્ય સ્ત્રી સબંધ ધરાવતો હોવાની શંકા વચ્ચે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ભાઈને ફોન કરી ઘરે તેડી જવા કહ્યું હતું જો કે ભાઈએ સવારે તેડી જઈશ કહેતા રાત્રીના સમયે બહેન દ્વારા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો. હાલ કુવાડવા પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી સુરાભાઈ સામતભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી સંગીતાના લગ્ન સાત મહીના પહેલા રાજકોટ નવાગામ રંગીલા સોસાયટીમા રહેતા ચતુર ગોરધનભાઈ મેર સાથે કરવામાં આવ્યા હતા. ચાર મહિના પહેલા મારી દિકરી સંગીતાનો મને ફોન આવ્યો હતો અને મને વાત કરી હતી કે મારા પતિ મને નાની-નાની બાબતમા રસોઇ કરવામાં તથા કપડા ધોવામા ઘરકામ બાબતે મારી સાથે ખોટી રીતે ઝઘડા કરી મને હેરાન કરે છે.

આ પછી હુ તથા મારા પત્નિ મારી દિકરીના ઘરે ગયા હતા ત્યારે મારા જમાઇ તેના માતા પિતા બધા ઘરે હાજર હતા. આ સમયે દિકરી તથા જમાઇને નાની નાની બાબતે ઘરમા ઝઘડા નહી કરવા સમજાવ્યા હતા.