Gujarat

લાલપુરના શિવાજી નગરમાં આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત

લાલપુરના શિવાજી નગરમાં ₹૨૮ લાખના ખર્ચે બનનારા આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત સરપંચ જયેશભાઈ તેરૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું.જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડાની રજૂઆત બાદ ગુજરાત સરકારે સબ સેન્ટરને મંજૂરી આપી હતી. આ માટે સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડિયા, ઉપસરપંચ મનોજભાઈ વાછાણી અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ યોગેશભાઈ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ સબ સેન્ટરથી ઘરાનગર, શિવાજી નગર અને ગોહિલવાસના નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે.