કચ્છના ભચાઉ તાલુકાના મોટી ચીરઈ નજીક નેશનલ હાઇવે પર વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં લીગનાઈટ કોલસા ભરેલ ટ્રકમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે 112 ટીમ દ્વારા ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણ કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યું હતું.
ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમના ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું હતું કે, ટ્રક ડીવાઈડર સાથે અથડાયા બાદ બેટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવાયુ હતું.

