Gujarat

લાલપુર ટેબલ ટેનિસ ક્લબમાં રોબોટ મશીનનું લોકાર્પણ

લાલપુર શહેરની ટેબલ ટેનિસ ક્લબના 8મા સ્થાપના દિવસે આધુનિક રોબોટ ટેબલ ટેનિસ મશીનનું લોકાર્પણ અને વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને વહીવટી ક્ષેત્રના મહેમાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી. ત્યારબાદ આયોજકોએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અગ્રણી દિલીપભાઈ ભોજાણી, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, જિલ્લા ભાજપ મહામંત્રી ભવાનભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૌશિકભાઈ રાબડિયા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડિયા, જામનગર ટેબલ ટેનિસ ક્લબના પ્રમુખ જયેશભાઈ શાહ સહિત ના મહાનુભાવો અને આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જુદી-જુદી ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ખેલાડીઓને જામનગરની વિવેકાનંદ પ્રતિષ્ઠાન સેવા સંસ્થાન ટ્રસ્ટે શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા. સન્માનિત ખેલાડીઓમાં ભવ્ય વાઘેલા, તન્મય પુરોહિત, શિવ ભેસદડીયા, હર્ષીવ કરંગીયા, વિવાન વરુ, પૂજા નાકર, તેજ સીરા, વિધિ નાકર, પ્રાંજલ નાકર અને જીયાન લાઠીયાનો સમાવેશ થાય છે.

ક્લબમાં રોબોટ મશીન ઉપલબ્ધ થતાં લાલપુરના ઉભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રેક્ટિસની સુવિધા મળશે. આ માટે મહેમાનોએ ક્લબના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.