Gujarat

સાંસદ પૂનમબેન માડમે ટીંબડીમાં યુવાનો સાથે સાદગીપૂર્ણ રીતે ચર્ચા કરી

દ્વારકા જિલ્લામાં પ્રવાસ દરમિયાન સાંસદ પૂનમબેન માડમે ટીંબડી ગામની મુલાકાત લીધી. ગામના પાદરે જૂના વૃક્ષ નીચે બેઠેલા યુવાનો સાથે તેમણે વાતચીત કરી.વૃક્ષની છાયામાં યુવાનો સાથે બેસીને તેમણે અનૌપચારિક વાતો કરી અને સંવાદ કર્યો.

આ દરમિયાન શિક્ષણનું મહત્વ, રાષ્ટ્રપ્રથમની ભાવના અને દેશના ભવિષ્યમાં યુવાનોની ભૂમિકા અંગે ચર્ચા થઈ. શિક્ષણ સમાજ અને દેશના વિકાસનો પાયો છે તેમ કહી, તેમણે યુવાનોને શિક્ષણ દ્વારા પ્રગતિના માર્ગે આગળ વધવા અંગે વાત કરી. ગામના પાદરે યુવાનો સાથે સાંસદની મુલાકાત થઈ. યુવાનો પણ પ્રેરિત થયા અને તેમની મુલાકાતની પ્રશંસા કરી.