ગોંડલ તાલુકાની સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળી લિ.ની ચૂંટણીમાં રવિવારે મતદાન થશે. અંદાજે 30 વર્ષ બાદ યોજાતી આ ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલ અને સહકાર પેનલ વચ્ચે સીધી ટક્કર છે. બંને પેનલના ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી મતદારોને મનાવવાના પ્રયાસ કર્યા છે.ખેડૂત પરિવર્તન પેનલનું ચૂંટણી ચિહ્ન ‘બળદ’ છે, જ્યારે સહકાર પેનલનું ચિહ્ન ‘ટ્રેક્ટર’ છે. સુલતાનપુર સહિત પાંચ ગામોના કુલ 1,901 સભાસદ મતદાન કરશે. મતદાન સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી બેલેટ પેપરથી થશે.
મતદાન માટે પાંચ બૂથ બનાવવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરીમાં અંદાજે 35થી 38 કર્મચારીઓ રહેશે. ચૂંટણી અધિકારી જી.એમ. જાડેજાની દેખરેખ હેઠળ મતદાન યોજાશે.મતદાન શાંતિથી થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. મત આપવા આવતા સભાસદોએ આધારકાર્ડ અથવા સહકારી મંડળીની સભાસદ બુક સાથે રાખવાની રહેશે.
મતદાન પૂરું થયા બાદ મતગણતરી થશે. પરિણામ સાંજે અંદાજે 7 વાગ્યા સુધીમાં જાહેર થવાની શક્યતા છે.આજની રાત છેલ્લી, કાલે મતપેટીમાં કેદ થશે ઉમેદવારોનું ભાવિ! 30 વર્ષ બાદ સુલતાનપુર સહકારી મંડળીની ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલના ‘બળદ’ અને સહકાર પેનલના ‘ટ્રેક્ટર’ વચ્ચે જંગ; સુલતાનપુર સહિત પાંચ ગામોના 1,901 મતદારો આવતીકાલે સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી બેલેટ પેપરથી મતદાન કરશે
ગોંડલ તાલુકાની સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળી લિ.ની અંદાજે 30 વર્ષ બાદ યોજાઈ રહેલી ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ચૂંટણીલક્ષી ગતિવિધિઓનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે રવિવારે મતદાન યોજાનાર હોવાથી બંને પેનલના ઉમેદવારો અને સમર્થકો દ્વારા મતદારોનો સંપર્ક કરી પોતાના પક્ષમાં મતદાન કરવા માટે અંતિમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે રાત બંને પેનલ માટે મતદારો સુધી પહોંચવાની છેલ્લી તક બની છે. બીજી તરફ આવતીકાલે મતદાન સાથે જ ચૂંટણીના જંગનો નિર્ણય મતપેટીમાં કેદ થશે.

