Delhi

વડાપ્રધાન મોદીના એનસીપી ચીફ શરદ પવારે કર્યા વખાણ

નવીદિલ્હી
રાજ્યસભાના સાંસદે કહ્યું કે યુપીએની આંતરિક બેઠકોમાં તેઓ ઉપસ્થિત દરેકને કહેતા હતા કે ભલે તેમની અને મોદી અને તેમની પાર્ટી ભાજપની વચ્ચે મતભેદ હોય, કોઇએ એ ભૂલવું ના જાેઇએ કે તેઓ મુખ્યમંત્રી હતા. તેમણે કહ્યું કે હું બેઠકોમાં કહેતો હતો કે આપણે એ ન ભૂલવું જાેઈએ કે તેઓ એક રાજ્યના સીએમ છે અને લોકોએ તેમને જનાદેશ આપ્યો છે. જાે તેઓ અહીં મુદ્દાઓની સાથે આવી રહ્યા છે તો આપણે સુનિશ્ચિત કરવું આપણી રાષ્ટ્રીય ફરજ છે કે મતભેદોનું સમાધાન થાય અને તેમના રાજ્યના લોકોના હિતોને અસર ના થાય. તેમણે કહ્યું કે તત્કાલીન પીએમ મનમોહન સિંહે તેમના મંતવ્યને સમર્થન આપ્યું હતું. પવારે કહ્યું કે હું એકમાત્ર કેન્દ્રીય મંત્રી હતો જે ગુજરાતમાં જતા હતા અને રાજ્યના પ્રશ્નોને જાેતા હતો. પવારે કહ્યું કે સિંહ અને મારો મત હતો કે આપણે બદલાની રાજનીતિ (તત્કાલીન સીએમ મોદી સામે) ના રાખવી જાેઈએ. અમારો અભિપ્રાય હતો કે આપણે સ્થાપિત માળખા (વહીવટની)માંથી બહાર ના જવું જાેઈએ અને અમે આવું ક્યારેય કર્યું નથી. જાે કે પવારે કહ્યું કે યુપીએ ગઠબંધનના કેટલાંક સભ્યોએ ગુજરાત સરકારમાં કેટલાંક લોકોની વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું.યુપીએ સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂકેલા ૮૧ વર્ષના દ્ગઝ્રઁ ચીફ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. બુધવારે એક કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વહીવટીતંત્ર પર સારી પકડ છે અને આ તેમની મજબૂત બાજુ છે. આ સિવાય પવારે અન્ય ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના વખાણ કરતાં શરદ પવારે કહ્યું હતું કે એક વખત તેઓ જે કામ હાથમાં લે છે તેને પૂરું કરવાનું નક્કી કરે છે. પવારે કહ્યું કે મોદી ખૂબ મહેનત કરે છે અને કામ પૂરું કરવા માટે પૂરતો સમય આપે છે. તેમણે કહ્યું કે મોદીનો સ્વભાવ એવો છે કે એક વખત તેઓ કોઈપણ કાર્ય હાથમાં લે છે તો તેઓ ખાતરી કરે છે કે જ્યાં સુધી તે (કામ) તેના નિષ્કર્ષ પર ન પહોંચે ત્યાં સુધી તે થોભશે નહીં. પવારે કહ્યું કે પીએમ તેમની સરકારની નીતિઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર અને તેમના સહયોગીઓ કેવી રીતે એકસાથે આવી શકે તેના પર ભાર મૂકે છે. મોદી પાસે તેમના સાથી પક્ષોને સાથે લેવાની અલગ રીત છે અને તે શૈલી મનમોહન સિંહ જેવા ભૂતપૂર્વ વડા પ્રધાનોમાં નહોતી. પવારે કહ્યું કે મારો અને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહનો મત હતો કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ બદલાની રાજનીતિ કરવી જાેઈએ નહીં. તેમણે કહ્યું કે મારા સિવાય યુપીએ સરકારમાં અન્ય કોઈ મંત્રી નથી જે મોદી સાથે વાત કરી શકે કારણ કે તેઓ મનમોહન સિંહ સરકાર પર સતત પ્રહારો કરતા હતા. પવારે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે હું કેન્દ્રમાં હતો. જ્યારે પીએમ તમામ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવતા હતા, ત્યારે મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓના જૂથનું નેતૃત્વ કરતા હતા અને કેન્દ્ર પર પ્રહારો કરતા હતા. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં મોદીને કેવી રીતે જવાબ આપવો તેની રણનીતિ બનાવવામાં આવી હતી.

Sarad-Pawar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *